ICC ટેસ્ટ રેન્કિંગ: ICC ટેસ્ટ રેન્કિંગ માં ભારતીય ટીમ હોટ ફેવરિટ

Spread the love

ICC ટેસ્ટ રેન્કિંગ: ICC ટેસ્ટ રેન્કિંગ માં ભારતીય ટીમ હોટ ફેવરિટ, ત્રણ ભારતીય બોલર ટોપ-10 માં સામેલ અને ત્રણ ભારતીય ખેલાડીઓનો ટોપ-5 માં સમાવેશ. ત્રણ ખેલાડીનો ટોપ ફાઇવ ઓલરાઉન્ડરમાં સમાવવામાં આવ્યા અને સાથે જ એક ગુજરાતી ખેલાડી પણ ચમકી ઉઠ્યો.

ICC ટેસ્ટ રેન્કિંગ

અત્યારે પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ક્રિકેટરોની ધમાલ એમનેમ ચાલુ જ છે. ભારતની ટીમના ત્રણ ખેલાડીઓ ટોપ 5 ઓલરાઉન્ડરના રેન્કિંગમાં સમાવવામાં આવ્યા છે, જ્યારે બેટ્સમેન અને બોલર રેન્કિંગમાં પણ ભારતનુ પ્રદર્શન ખૂબ આગળના ક્રમે સામેલ થયું છે.

  • ICC ટેસ્ટ રેન્કિંગ સ્કોરમાં ભારતના ક્રિકેટરોનો દબદબો
  • ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ-5 માં સમાવાયા
  • નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર – રવિન્દ્ર જાડેજા

ત્રણ ભારતીય બોલર ટોપ-10 માં સામેલ

ICC test રેંકિંગમાં ભારતીય બોલર્સની રેન્કિંગ ટોપ-10 માં ત્રણ ભારતના બોલર સામીલ છે.

  • રવિચંદ્રન અશ્વિન બીજા નંબરે છે
  • જસપ્રીત બુમરાહ પાંચમા નંબરે છે
  • રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી હવે બોલર્સના ટોપ-10 રેન્કિંગમાં સામેલ થઈ છે અને રવિન્દ્ર જાડેજા 9મા નંબરે છે.

બેટ્સમેનની રેન્કિંગ પહેલાની જેમ જ યથાવત છે અને જેમાં ભારતના રિષભ પંત છઠ્ઠા ક્રમાંક પર અને રોહિત શર્મા 7 મા ક્રમાંક પર યથાવત છે.

ત્રણ ભારતીય ખેલાડીઓનો ટોપ-5 માં સમાવેશ

ICC દ્વારા હાલમાં જ 22મી ફેબ્રુઆરી 2023 ના રોજ નવા આઇસીસી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરાઈ છે. ICC ના રેન્કિંગ પ્રમાણે ઑલરાઉન્ડરનું રેન્કિંગ જોવા જઈએ તો તેના ટોપ 5 માં ભારતના ત્રણ ક્રિકેટરોની પસંદગી થઈ છે. હાલના રેટિંગ પ્રમાણે રવિન્દ્રભાઈ જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામ્યા છે, પછીના ક્રમે જોઈએ તો ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન નો ક્રમાંક આવે છે, રવીચંદ્રન બીજા નંબરે છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગના લિસ્ટમાં નવી એન્ટ્રી અક્ષર પટેલની થઇ છે અને અક્ષર પટેલ રેન્કિંગમાં નંબર-5 પર પહોંચી ગયા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અક્ષરની બેટીંગે ધૂમ મચાવી છે. 

See also  અમીત શાહની નજર સૌરાષ્ટ્ર પર, કાલે સોમનાથ પ્રવાસે!!!

બોલર્સના રેન્કિંગમાં પણ ફેરફાર

નવા રેન્કિંગ માં દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ બાદ બોલર્સના રેન્કિંગમાં પણ પરિવર્તન થયું છે. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની જગ્યા લઇ લીધી છે. હવે દુનિયાના નંબર-1 ટેસ્ટ બોલર તરીકે જેમ્સ એન્ડરસન છે. ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. જ્યારે ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન હવે ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમાંક પર આવી ગયા છે. 

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!