ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી – બાળકોને ફેફસામાં બળતરા ના પ્રશ્નો, દુનિયાભરમાં એલર્ટ

Spread the love

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી: ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરેલી છે. હા એડવાઈઝરીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીને અપડેટ કરવા માટે કહ્યું છે. તેમજ હોસ્પિટલોને કોઈપણ મોટી બીમારી ફેલાય તો તેના માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

આ એડવાઈઝરી પ્રમાણે તમામ હોસ્પિટલોમાં જરૂરી સ્ટાફ, જરૂરી દવાઓ, બેડ, ઓક્સિજન ને લગતી સુવિધાઓ, એન્ટિબાયોટિક્સ, ટેસ્ટિંગ કીટ વગેરે તમામ જરૂરી સુવિધાઓ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલોને સૂચના આપી છે કે તમામ હોસ્પિટલોએ ખાતરી કરવી જોઈએ કે તેમના ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, તેની યોગ્ય તપાસ થવી જોઈએ. સાથે સાથે કોઈપણ ચેપી બીમારી ફેલાતી અટકાવવા માટે બનાવેલા ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલની સમીક્ષા પણ થવી જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલય: અમારી નજર ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી પર છે

સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું હતું કે ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી પર તમે નજર રાખી રહ્યા છીએ. ચીનના બાળકોમાં H9N2 કેસ અને ફેફસા સંબંધી ફેલાયેલા રોગ પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ.

ચીનમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી

ચીની મીડિયાએ શાળાઓમાં ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી વિશે વાત કરી હતી. આ કારણે ચીનની રાજધાની બેઝિંગ અને તેની આસપાસના 800 km ની ત્રિજ્યા માં આવેલા તમામ વિસ્તારમાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ખચાખચ ભરાઈ ગઈ હતી. હા જે પી બીમારીને ફેલાવતી અટકાવવા માટે શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ઈડિત બાળકોમાં ફેફસામાં બળતરા થવી, આકરો તાવ આવવો, શરદી અને ઉધરસ થવી તેવા લક્ષણો જોવા મળેલા છે.

See also  IOCL Bharti 2023 Notification | Fast apply online for 65 Non Executive Posts quickly

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીથી દુનિયાભરમાં એલર્ટ

પ્રો-મેડ નામના સર્વેલાન્સ પ્લેટફોર્મ દ્વારા ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા ને લઈને દુનિયાભરમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ મનુષ્યો અને પ્રાણીઓમાં ફેલાતી વિવિધ બીમારીઓ વિશે માહિતી રાખે છે. પ્રો-મેડ સર્વેલાન્સ પ્લેટફોર્મ દ્વારા ડિસેમ્બર 2019 માં કોરોના અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રો-મેડ સર્વેલાન્સ પ્લેટફોર્મ ના અહેવાલ પ્રમાણે આ બીમારી ક્યારે ફેલાવવા લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. પ્રો-મેડ સર્વેલાન્સ પ્લેટફોર્મ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું નથી કે આ બીમારી માત્ર બાળકો પૂરતી સીમિત છે કે યુવાનો અને વૃદ્ધોને પણ તેની અસર થઈ શકે છે.

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી ને મહામારી કહેવી વહેલું ગણાશે

WHOએ આ રહસ્યમય બીમારી અંગે તપાસ કરવા માટે હાલમાં ચીનમાં ફેલાયેલા તમામ પ્રકારના વાયરસ ની યાદી માંગી છે. સાથે સાથે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું પણ જણાવવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ચીનના સ્વાસ્થ્ય વિભાગે ન્યુમોનિયા ફેલવાનું કારણ કોરોના પ્રતિબંધો હટાવવાને ગણાવ્યું હતું.

WHOએ ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી મહામારી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. તે જ સમયે પ્રો-મેડ સર્વેલાન્સ પ્લેટફોર્મ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ બીમારીને મહામારી કહેવું ખોટું અને વહેલું ગણાશે. હાલના સમયમાં ચીનમાં ખૂબ જ ભારે ઠંડી પડી રહી છે. તાપમાન લગભગ શૂન્ય ડિગ્રીની આસપાસ પહોંચી જવાની સંભાવનાઓ છે.

Leave a Comment

error: Content is protected !!