ઓહ! સાચે જ મેયોનીઝ સફેદ ઝેર છે?

Spread the love

મેયોનીઝ સફેદ ઝેર છે: આજકાલના લોકોને ઘર કરતા બહારની ફાસ્ટ ફૂડની વસ્તુઓ બહુ ભાવે છે તેમાં પણ અત્યારે મેયોનીસ્તી બનતી વાનગીઓ લોકોમાં ખૂબ જ પ્રિય છે. પીઝા બર્ગર ચાઈનીઝ ફૂડ કે તેના જેવા અન્ય ખોરાક લેતી વખતે મેયોનીઝ ખૂબ જ પસંદગી પામે છે. પરંતુ શું તમે જાણો છો કે મેયોનીઝ સફેદ ઝેર છે.

મેયોનીઝના ઉપયોગ

મેયોનીઝ નો ઉપયોગ ખાસ કરીને પીઝા, બર્ગર, મોમોસ, સેન્ડવીચ, પાસ્તા, વગેરે જેવી વસ્તુઓમાં થાય છે. મયોનિસ એ નાના બાળકોથી લઇ અને મોટી ઉંમરની વ્યક્તિઓ સુધી દરેક લોકો પસંદ કરે છે. હવે તો મેયોનીઝ વગર ઘણી બધી વાનગીઓ ફીકી લાગે છે. પરંતુ તમને એ વાતની ખબર નહિ હોય કે મેયોનીઝ શરીરને ખૂબ જ નુકસાન કરે છે.

મેયોનીઝના ખાવાથી થતા નુકશાન

એ વાતની કલ્પના નહીં હોય કે મેયોનીઝમાં ખાંડ આવે છે. એક ચમચી મેયોનીઝમાં એક ગ્રામ જેટલી ખાંડનું પ્રમાણ હોય છે. જો મેયોનીઝને પ્રમાણમાં ખાવામાં આવે તો વાંધો નહીં પરંતુ દરરોજ મેયોનીઝ નો ઉપયોગ તમારા શરીરમાં ઘણી બધી માંગીઓને નોતરે છે અને ભવિષ્યમાં તમારે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શા માટે મેયોનીઝ સફેદ ઝેર?

મેયોનીઝ સફેદ ઝેર: મેઓનીઝ ને શા માટે સફેદ ઝેરની ઉપમા આપી છે? મેયોનિઝ ખાવાથી કયા કયા નુકસાન થઈ શકે છે? અને મેયોનીઝ ખાવાથી કયા લોકોએ દૂર રહેવું જોઈએ? તેની વિગતવાર માહિતી નીચે મેળવીએ.

See also  White Hair Problem Solution: વાળમાં સફેદી દેખાવા લાગી છે? અઠવાડિયામાં એકવાર આ ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું શરૂ કરો, તે પહેલાની જેમ ચમકશે

ડાયાબિટીસ થઈ શકે

આગળ જણાવ્યું એ પ્રમાણે એક ચમચી મેયોનીઝમાં એક ગ્રામ જેટલી ખાંડનું પ્રમાણ હોય છે. જો વધારે પડતો મેંયોનીઝ નો ઉપયોગ કરતા હોય તો ત્યાંથી ચેતી જજો. જો તમે વધારે પ્રમાણમાં મેયોની ઝ લેશો તો ડાયાબિટીસનો ખતરો વધી જશે અને જો તમે પહેલાથી જ ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે મેયોનીઝ ખાવાથી દૂર જ રહેવું જોઈએ.

વજન વધી શકે

જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો મેયોનીસથી દૂર જ રહેવું જોઈએ. મેયોનીઝમાં ખૂબ પ્રમાણમાં કેલરી અને તેલનું પ્રમાણ હોય છે. મેયોનિસના વધુ ઉપયોગ કરવાથી શરીરમાં સ્થૂળતા અને ચરબીનું પ્રમાણ વધી શકે છે.

બ્લડ પ્રેશર વધી શકે

મેયોનીઝ નું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશરને આમંત્રણ આપે છે. મેયોનીઝમાં ઓમેગા 6 ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેથી બ્લડપ્રેશર વધે છે, અને તમારા શરીરને ઘણું નુકસાન થાય છે. મેયોનીઝમાં રહેલ તેલ તમારા શરીરમાં બીપીનું પ્રમાણ વધારી શકે છે. મેયોનીઝનું વધુ પડતું સેવન હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારી નો ખતરો વધારી દે છે. જે લોકોને પહેલાથી બ્લડપ્રેશર ની તકલીફ હોય તેવા લોકોએ મેયોનીઝથી દૂર જ રહેવું જોઈએ.

હાર્ટ સંબંધીત બીમારીઓનો ખતરો થઈ શકે

જે વ્યક્તિ કોલેસ્ટ્રોલ ની બીમારીથી પીડાતો હોય તેણે મેયોનિઝથી દૂર રહેવું જોઈએ. મેયોનીઝની એક મોટી ચમચીમાં લગભગ 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. મેયોનીઝના સેવનથી હાર્ટ ઉપર એક સ્તર બની જાય છે. જેના લીધે હૃદય રોગનો ખતરો વધી જાય છે.

માથામાં દુખાવાનો પ્રશ્ન થઈ શકે

તૈયાર મળતા મેયોનીસમાં પ્રિઝરવેટિવ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રેડિઅન્ટ્સનો ઉપયોગ થતો હોય છે. મેયોનીઝમા રહેલા એમએસજી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. વધુ પ્રમાણમાં મેયોનીઝ ખાવાથી ઘણા લોકોને કમજોરી અને માથામાં દુખાવો થવાની સમસ્યા થઇ શકે છે.

See also  Langya Virus Symptoms, Treatment, Causes, Precautions, Cases

શરીરમાં સ્થૂળતા આવી શકે

જો તમારું પેટ મોટું થતું હોય અથવા વધતું હોય તો સમજવું કે તમે મેયોનીઝ ખાતા હોય તો તેના લીધે વધ્યું છે. મેયોનીઝનાં સેવનથી પેટમાં ખેંચાણ થાય છે અને શરીરમાં સ્થૂળતા થઈ શકે છે.

સગર્ભા સ્ત્રીઓએ મેયોનીઝનું સેવન ટાળવું જોઈએ.

પ્રેગ્નન્સી દરમિયાન બાળકના સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓને વજન વધારવા માટે કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રેગનેટ સ્ત્રીઓને ભૂખ વધુ લાગે છે. અને તેના કારણે તેઓ ઝંખ ફૂડ તરફ વધુ ખેંચાણ અનુભવે છે. આવી સ્થિતિમાં પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓએ મેયોનીઝથી દૂર રહેવું જોઈએ. મેયોનીઝ એ પ્રેગનેટ સ્ત્રીઓ અને તેમના આવનારા બાળક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મેયોનીઝ આવી બધી બીમારી નોતરે છે જેના કારણે મેયોનીઝ સફેદ ઝેર છે તેમ કહેવાય છે.

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimer

અમે તમારા સુધી મેયોનીઝ સફેદ ઝેર: પપૈયાના બીજના ફાયદા માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

મેયોનીઝ સફેદ ઝેર આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે મેયોનીઝ સફેદ ઝેર, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.

Leave a Comment

error: Content is protected !!