Manav kalyan yojana 2023: 28 પ્રકારના વ્યવસાય માટે મફત સહાય, આજે જ માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરો. ગુજરાત સરકાર દ્વારા અમુક યોજના ઓ બાહર પડેલ છે જેમાં એક યોજના છે માનવ કલ્યાણ યોજના. આ યોજના માં ગુજરાત સરકાર નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો ને આર્થિક સહાય મળી રહે તે માટે આ યોજના બાહર પાડેલ છે. યોજના હેઠળ નાગરિક ને આર્થિક રીતે પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ યોજનામાં ટોટલ 28 જેટલા વ્યવસાય માટે ટૂલ કીટ સહાય આપવામાં આવશે. તો ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.
માનવ કલ્યાણ યોજના: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ની આવક 120000 તથા શહેરી વિસ્તાર માં રેતા લોકો માટે 150000 હોય તેવા લોકો આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. આ યોજના માટે અરજી કરવા માટેની official website https://e-kutir.gujarat.gov.in. 1 એપ્રિલ 2023 થી તમે અરજી કરી શકો છો.
Manav kalyan yojana 2023 Overview
યોજનાનું નામ | Manav kalyan yojana 2023 |
યોજનાનો ઉદ્દેશ | નવા ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય |
વિભાગ | કુટીર અને ગ્રામ ઉદ્યોગ |
કચેરી નો સંપર્ક | જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | ૦૧ એપ્રિલ, ૨૦૨૩ |
સત્તાવાર વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in/ |
Manav Kalyan Yojana Gujarat
આ યોજના જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય તે તથા એવા કારીગરો કે જેની આર્થિક સ્થિતિ સુધરી શકે. અગાઉ પેલાં 1995 માં સ્વરોજગાર યોજનાની બદલે આં યોજના ચાલુ કરવામાં આવી છે. આમાં 28 પ્રકારના ધંધાર્થી તથા વ્યવસાયી ને કે જેઓ ની વાર્ષિક આવક નિશ્ચિત મર્યાદાથી ઓછી હોઈ તેવા લોકો માટે રોજગારી માં મદદ હેતુથી આ યોજના બાહર પડેલ છે.વ્યવસાય માટે જરૂરી સાધનો કે ટૂલ કિટ પણ બાહર પડેલ મર્યાદા મુજબ આપવામાં આવે છે. સુથાર, ફેરિયા, શાકભાજી વેચનારા, વગેરે જેવા જરૂરિયાતવાળા લોકો માટે આ યોજના બહાર પડેલ છે.
માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
- પ્લમ્બર
- બ્યૂટી પાર્લર
- મોચી
- દરજી
- સુથાર
- કુંભાર
- ધોબી
- અથાણાં પાપડ બનવવા
- દહીં દૂધ વેંચતા
- મસાલા મિલ
- ફ્લોર મિલ
- માસ માછી વેંચતા
- વાળંદ
- લુહાર
- અલગ અલગ ફેરિયા
- ઇલેક્ટ્રિક વસ્તુ વેંચતા
- રૂ ની દિવેટ બનાવતા
- ઠંડા પીણાં નાસ્તા વેચનાર
- સાવરણી વેચનાર
- ખેતી લક્ષી લુહાર
- કડિયા
- વાહન રિપેરિંગ
- પેપર ડીશ અને કપ બનાવનાર
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા
આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦ તથા ગ્રામ્ય વિસ્તાર માટે ૧૨૦૦૦૦ હોવી જોઈએ તેની પુરવણી આપતું નગરપાલિકા ચીફ ઓફિસર તાલુકા મામલતદાર કે મહાનગર માં મહાનગરપાલિકા હોઈ તેનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
અથવા
- આ યોજના ના લાભ માટે અરજી કરનાર ગ્રામ્ય વિસ્તાર ના અરજી કરનાર માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ માં ગરીબી રેખાના લિસ્ટ માં આવી જતા હોવા જોઈએ તો તેમને આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી.
આ પણ વાંચો : ધંધા માટે 50000 થી 10 લાખ સુધી લોન મેળવો
ઉમર મર્યાદા કેટલી હોવી જોઈએ?
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારઈ ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
આ યોજના માટે કઈ કઈ વિગતોની જરૂર પડે?
- આવકનો દાખલો
- સરનામાં નઓ પુરાવો આપતું લઈટ બિલ /લાઇસેન્સ/વોટિંગ કાર્ડ
- સોગંદનામું -નોટરાઇઝ્ડ કરાવેલું
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- ભણતર નો પુરાવો
માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ
નીચે મુજબ ના સ્ટેપ્સ અનુસરી ને તમે ઓનલાઇન અરજી કરી શકો છો:
- સૌથી પેહલા OFFICIAL WEBSITE https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
- ત્યાં અલગ અલગ વિભાગો યોજનાઓ આપેલી હશે તેમાંથી માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરો.
- ત્યાં તમને આ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે.
- તે પછી online અરજી કરો.અને તે માટે ત્યાં regestration કરો તે માટે ત્યાં જે માહિતી માંગવામાં આવે છે તે પુરી પાડો.
- જે ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે તે અપલોડ કરો.
- જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ સ્કેન કરીને અપલોડ કરવા તે ખાસ ધ્યાન રાખવું.
- બસ આ રીતે અરજી થઈ ગઈ છે. અરજીની પ્રિન્ટ કાઢી ને સાચવી રાખો.
આ એક સરકારી યોજના છે. નાના વ્યવસાયકારો માટે આ એક સારી રીતે મદદ કરતી યોજના છે.આ યોજના માટે ફોર્મ ભરવાનું 0૧-૦૪-૨૦૨૩ થી ચાલુ થશે.
Manav kalyan Yojana 2023 મહત્વની લીંક
ઓફીસીયલ વેબસાઇટ પર જવા માટે | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
Google ન્યુઝ પર ફોલો કરવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
માનવ કલ્યાણ યોજનામાટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://e-kutir.gujarat.gov.in
ગુજરાત માં આ યોજના હેઠળ કોને કોને લાભ મળી શકે છે?
આ યોજના નો લાભ મેળવવા માટે અરજી કરનારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માં ૧૫૦૦૦૦ તથા ગ્રામ્ય વિસ્તાર માં ૧૨૦૦૦૦ હોવી જોઈએ.
આ યોજના માટે ના helpline નંબર ક્યા છે?
આ યોજના માટે બે helpline number છે : 9909926280 / 9909926180
માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં અને કેટલા વ્યવસાય ને સહાય મળે ?
આ યોજના હેઠળ અલગ અલગ પ્રકારના એમ ટોટલ ૨૭ વ્યવસાયો ને સામેલ કરાયા છે.
માનવ કલ્યાણ યોજના
૦૧-૦૪-૨૦૨૩ આ યોજના માટે ફોર્મ ભરવાની તારીખ છે. ફોર્મ online ભરી શકાશે.
ક્યા વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના કાર્યરત છે ?
કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી તથા કમિશ્નર શ્રી દ્વારા આ યોજના ચાલવામાં આવે છે.
I want to beauty parlour kit.. I haven’t any job.
Yes i am yusar